STORYMIRROR

Vijay Shah

Inspirational Classics

3  

Vijay Shah

Inspirational Classics

વતન સાંભરે ત્યાં

વતન સાંભરે ત્યાં

1 min
13.3K


ગમતું તો હતું બધું જ અહીંનું આકંઠ છતાં,

વાતે વાતે ઓછું આવી જતું વતન સાંભરે જ્યાં…

ફોન કરીને આવતા તેથી અતિથિ તો કેમ કહેવા,

પણ મિનિટે મિનિટે તમને વાંધો તો નથીને ?

પૂછતા દીકરાને શું કહેવું? તારો તો એ હક્ક છે.

છે આમ તો બધું જ ત્યાંનાં જેવું અહીં,

સવાર એવી, સાંજ એવી.

એવીજ બપોર છતાં

એ.સી.માં શું ફેર પડે?

જ્યાં કદી પરસેવો ના વળે ને

અનુભવાય શીતળતા ના.

ગમતું તો હતું બધું જ અહીનું આકંઠ છતાં

વાતે વાતે ઑછુ આવી જતું વતન સાંભરે જ્યાં…

બધાય તહેવારો ઉજવાતા અહીં દરેક રવિવારે,

કોણ જાણે કેમ નૂતન વર્ષાભિનંદે.

યાદ આવી જ જાય વતનની,

નથી હવે કોઇ વડીલો વતનમાં છતાં,

વાતે વાતે ઓછું આવી જતું, વતન સાંભરે જ્યાં…

ડાયાસ્પોરિક વાતો તો જાણે ઘણીજ ઘટે અહીં

પણ મળે બે દેશી જ્યાં વતન સાંભરે ત્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational