વસવું નહીં
વસવું નહીં
રડવું નહિ ને હસવું નહીં,
વેહતા રહેવું ક્યાંય વસવું નહીં,
નાના પથ્થર આવે કે પહાડ,
વધતા રહેવું ક્યાંય ખસવું નહીં,
દિશા નક્કી જ રાખવી,
આડે અવળે ધસવું નહીં,
સમય આવે ગરજવું,
રોજ રોજ ભસવું નહીં,
મુક્ત મને વિહરવું,
મનને બોવ કસવું નહીં,
રડવું નહિ ને હસવું નહીં,
વેહતા રહેવું ક્યાંય વસવું નહીં.