STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

વસુંધરા

વસુંધરા

1 min
385

સંપત્તિથી ભરેલ ધરા,

આબોહવા સુંદર, 

ખેતરે લહેરે મોલ, 

પંખિ કરે કલશોર.


મીઠાં મનના માનવી, 

કરતા મીઠી વાત, 

આ વસુંધરા અમારી, 

ન્યારી એની ભાત.


દેવો પણ અહીં આવે, 

ધરવા ને અવતાર, 

આનંદ જ્યાં નિત વરસે, 

નિત એક તહેવાર.


ધીંગી આ ધરતી ઉપર, 

લે જનમ વાર વાર, 

દાનવીર મહાપુરુષો, 

સંત અને શૂરવીર.


પાડતી પોષતી સદા, 

છે એ પાલનહાર, 

ધન્ય પાવન વસુંધરા, 

જ્યાં નિત નમે શીર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational