વસુંધરા .....
વસુંધરા .....
આ શું! પૂર્વ દિશા બધી ઝળહળી ને રક્તવર્ણી બની,
આવ્યો વસુંધરા પર ધીરે સરકતો સુવર્ણશો રવિ,
ઉષાદેવીએ ઉજાળ્યુ નભને, કમકુમ સ્વસ્તિક પૂર્યા,
જાણે કે સવિતા પતિતણુ શું સ્વાગત કરે છે,
રેલાયાં ભાનુતણા કિરણને ભગવી દિશાઓ થઈ,
ઉષાતેજ ઊડી ગયું પળ મહીં સુવર્ણ વસુંધરા બની.
ઊંચા વૃક્ષ ચિનારના ગગનથી વાતો કરી શું રહ્યા,
સૃષ્ટિના અહીં સ્વર્ગની વસુંધરા તણું સૌન્દર્ય શોભાવ્યા.
નીરખી રોમે, રોમે ઊભરતો આહ્લાદક આ દ્રશ્યથી,
નમતું શીશ શ્રી ઈશના ચરણોમાં, વસુંધરાના સૌન્દર્યથી.
ડૂબ્યો પશ્ચિમમાં રવિ, થનકતી આવી સલુણી સખી,
સંધ્યા સુંદર સપ્તરંગી સજીને, વસુંધરા નિરખે ઝાંખી..
