વસુધૈવ કુટુંબકમ
વસુધૈવ કુટુંબકમ
'વસુધૈવ કુટુંબકમ' ભાવના હૈયે રાખીએ..
ચાલો આપણે એકમેકનું માન રાખીએ..
રીતરિવાજ પરંપરા સૌ કોઈની છે અનેરી...
ના એને પણ કોઈ રીતે ઉણી માપીએ...
આપણ સર્વે ભાઈ-ભાઈ, અનાદિ કાળથી..
એ પરંપરાની સ્નેહલ રીત પુનઃ સ્થાપીએ...
બધા યુનિક છે, જીવ ધરાના અને મનુષ્ય પણ..
જાતિ માનવ તણી એક, અલગ ના એને આંકીએ.
