વસંત ગમે
વસંત ગમે
શિયાળે રાત ઠંડીમાં રમે
સ્વેટર ને શાલ સંગે ભમે
મને ઋતુઓની મહારાણી વસંત ગમે...!
ઉનાળે તડકે પ્રકૃતિ તપે
સૂરજદાદા સંગે ધરા પર રમે
મને ઋતુઓની મહારાણી વસંત ગમે...!
આકાશે કાળી વાદળી રમે
ચાંદામામાને વ્હાલી લાગે
મને ઋતુઓની મહારાણી વસંત ગમે...!
ચોમાસે વરસાદી રમઝટ બોલે
વીજળીના ગડગડાટ ભયંકર રહે
મને ઋતુઓની મહારાણી વસંત ગમે...!
પાનખરે વનસ્પતિ સૂકી બને
પર્ણ ખરે ને ઉજ્જડ ધરા લાગે
મને ઋતુઓની મહારાણી વસંત ગમે...!
આકાશે ચાંદ તારા શોભે
સૂરજદાદાની ઓથે છૂપે
મને ઋતુઓની મહારાણી વસંત ગમે...!
વસંતે લીલી કૂંપળ ફુટે
ધરતીની સોડમ મહેંકી ઊઠે
મને ઋતુઓની મહારાણી વસંત ગમે...!
