વર્ષારાણી
વર્ષારાણી
વર્ષારાણી આવે ધરાને ચમકાવે
આપણને ભીંજાવે નોબતો વગાડે,
વર્ષારાણી આવે બોલો શું શું લાવે
મીઠા પાણીના તળાવો છલકાવે,
વર્ષારાણી આવે લીલી ઓઢણીઓ લાવે
ધરતીને ઠારે ધરતીના સમાવે,
રંગબેરંગી ફૂલોને ઉગાડે
બાળકોને હરખાવે
કપાસ, કઠોળ ને પકવે અનાજને ઉગાડે,
વર્ષારાણી આવે મનની શાંતિ લાગે
ખેડૂતોને હરખાવે
સૌને સંગે રાખે.
