વર્ષા વરસી
વર્ષા વરસી
વર્ષા વરસી -વર્ષા વરસી
વર્ષાઋતુ આવી, ઋતુઓની મહારાણી આવી,
સુંદર મજાની સવાર લાવી,
ઋતુઓની રાણી આવી
ધરા મલકાઈ ઊઠી,
ઋતુઓની રાણી આવી,
સજી નાર શણગાર,
ઋતુઓની રાણી આવી,
બાળક બહુ હરખાય,
ઋતુઓની રાણી આવી,
નરનારી ઝંખે પ્રેમ એકબીજાનો,
ઋતુઓની રાણી આવી
હૈયું કરે રે કિલ્લોલ,
ઋતુઓની રાણી આવી,
ધરા ઓઢે ઓઢણી,
લીલીછમ ઓઢણી ઓઢી
હૈયે ધરા હરખાય.

