વરસી જા
વરસી જા
હારે...મેહુલિયા વરસી જા વરસી જા
શીદને તું મુજને રોજ રોજ પજવે વરસી જા...
હારે મેહુલિયા...
સૂકી બનેલી ધરા જોને આજ તરસે
તારી વાટલડીમાં આંખ જોને વરસે
હારે..મેહુલિયા ..
ખેડુત આજે બીજ લઈને મલકે
મેહુલા આવ તો હૈયું હરખે છલકે
હારે...મેહુલિયા...
વનરાતે વનમાં મોરભાઈ મીઠું ટહુકે
કાળી કાળી વાદળી જોઈને મલકે
હારે...મેહુલિયા...
કોકિલકંઠી કોયલડી ગીતડાં સૂણાવે
આવે જો વાદળી ઊંચા ઊંચા આકાશે
હારે..મેહુલિયા...
નાનાં બાલુડા જુએ મેઘ તારી વાટલડી
ન્હાવાને દોડું આવે જો કાળી વાદલડી
હારે...મેહુલિયા...
તરુના પર્ણ આજે મૂંઝાયા મનમાં
વરસાદ વિનાનાં સૂકાયા તડકામાં
હારે...મેહુલિયા...
