વરસાદી રાત
વરસાદી રાત
વિરહની રાત ને વરસાદ ગાજે,
ટપકતી આંખ ને વરસાદ ગાજે,
લચેલા આજ પુષ્પો નીર ભારે,
હદય વીંધાય ને વરસાદ ગાજે,
વિહંગમ વિંટળાતા એક બીજાં,
છે ભીની પાંખ ને વરસાદ ગાજે,
કરા આ કાળજાંને કોતરે રે,
ધરા છે શાંત ને વરસાદ ગાજે,
ગરજતો ને વરસતો મેઘ આવ્યો,
છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે,
છે નમણી નાર વર્ષા છે મુશળધાર,
હદય છે આદ્ર ને વરસાદ ગાજે,
બરફની જેમ જાઉં ઓગળી હું,
નથી પ્રિય સાથ ને વરસાદ ગાજે,
ન સપનાનાં નયન આ બંધ થાય,
ન આવે નાથ ને વરસાદ ગાજે.