Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Romance

5.0  

Sheetal Bhatiya

Romance

વરસાદ વરસ્યો ને

વરસાદ વરસ્યો ને

1 min
476


વરસાદ વરસ્યો ને,

  અચાનક એવું થયું !

 લાગણીઓનું વાદળ ઉમટ્યું ને,

 પ્રીતવર્ષાએ મુજને ભીંજવ્યું;


હતો જે અભાવ સાલતો મુજને,

     એ મારી મીઠી યાદમાં ભળી ગમી ગયું!

પરિપૂર્ણતાનો અહેસાસ થયો મુજને,

     મુજનું મુજ પાસે થમી ગયું !

       વરસાદ વરસ્યો ને,......


તરસ છિપાવવા જરુર હોય છે જળની,

   જીવન જીવવા જરુર હોય છે પ્રિયજનની !

હોય જો સંગે પ્રિયજનની યાદ પણ,

   મંઝિલ પણ જુએ રાહ, રાહના ચૂંબનની !

         વરસાદ વરસ્યો ને...


સમયનો નોખો વાદ તો જાય છે સરતો,

     પાછો આવે ક્યારે કોને ખબર?

આવકાર આપી લાગણીઓને સમય પર,

    ને રુમઝુમ વરસતી રહે, એ પ્રીતવર્ષા જીવનભર!

          વરસાદ વરસ્યો ને..


આ લડખડાતી જિંદગીમાં આધાર જે પણ હોય;

     દૂર દર્શાતી મૃગજળસમ વર્ષા પણ ચાલશે !

સ્વપ્નની વણઝારમાં જડ્યું ઊર્મિઓનું ધનુષ્ય;

      એના દિવ્ય રંગોમાં 'સ્વપ્નીલ' સદા રાચશે !

          વરસાદ વરસ્યો ને,

         અચાનક એવુ થયું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance