વરસાદ ને છત્રી
વરસાદ ને છત્રી
અનરાધાર વરસાદ
ફટાફટ ખૂલતી શ્યામ છત્રીઓ
ને
આભે છવાયેલા શ્યામ વાદળો
એકબીજામાં ભળી ગયા,
ન કોઈ ચહેરો
ન કોઈ બીજો રંગ
જાણે
વાદળો નીચે
છત્રીનું વાદળ
ને
સિગ્નલની લાલ લાઈટ
થંભી ગયું નીચેનું વાદળ
શું
આ સિગ્નલ વરસાદ સમજશે ?
ન ઓછો ન વધુ
જરૂરિયાત મુજબ
ગતિ માફકસર
ક્યાં અટકવું ?
ક્યાં ઝડપ વધારવી ?
જો સમજે વરસાદ....
તો તો..
અશક્ય બની જાય શક્ય.
