Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

4.5  

Bharat Thacker

Inspirational

વર્લ્ડ કપ ક્રીકેટ – ૨૦૨૩

વર્લ્ડ કપ ક્રીકેટ – ૨૦૨૩

1 min
325


 નામ, નરેન્દ્ર મોદી  કરાવે છે એ વાતનો દિદાર ‘સૌરભ’,

વર્લ્ડ કપ ક્રીકેટ – ૨૦૨૩ જીતવાનું ભારતનું સપનું થવાનું સાકાર છે.

 

ભારતની ટીમના એક એકથી ચડિયાતા હીરા, આપે છે જીતનો ચિતાર,

ઉપરથી વિસ્ફોટક ઓપનર રોહિત શર્મા, ટીમનો યશસ્વી સરદાર છે.

 

શુભમન ગીલ તો બની રહ્યો છે, ભારત માટે શુભ લાભનું પ્રતીક,

વિરાટ સામે, સામેની ટીમ બની જાય છે વામણી, કોહલી કરે એવા પ્રહાર છે.

 

શ્રેયસ અયર સાબિત કરી છે, પોતાની શ્રેષ્ઠતા દરેક સમયે,

કે એલ રાહુલ તો પ્રતિસ્પર્ધી ટીમ, ન ભેદી શકે એવી દીવાર છે.

 

સૂર્ય કુમાર તો, આકાશમાં ચમકતા સૂર્ય જેવો છે હંમેશ દૈદિપ્યમાન,

સામે ટીમને તહસનહસ કરી નાખે, રવિન્દ્ર જાડેજા એવી તલવાર છે.

 

જસપ્રીત બુમરાહની બોલિંગ, ભટકાવી દે છે, સામે ટીમની રાહ,

કુલદીપ યાદવના બોલને સમજવામાં, ભલભલા લાચાર છે.

 

મોહમ્મદ સીરાજનો તો, બોલીગ ક્ષેત્રે ચાલે છે કેવો રાજ,

મોહમ્મદ શમીની બોલીગ તો, આપણી વિજયની સૂત્રધાર છે.

 

ખેર મનાવે સામેની ટીમ કે, હાર્દિક પંડ્યા નથી રમી શક્યો બાકીની મેચ,

આપણા તો બેન્ચ પર બેઠેલા પ્લેયર પણ, પોતાને કરી શકે પુરવાર છે.

 

કોચ રાહુલ દ્રવીડ છે, ભારત માટે વર્લ્ડ કપ ક્રીકેટ – ૨૦૨૩નો વિજયદ્વાર, 

ભારત માતાકી જય, વંદે માતરમ, જય શ્રી રામના નારાનો થવાનો જયજયકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational