વૃક્ષો ઉગાડી હરિયાળી કરીએ ધરા
વૃક્ષો ઉગાડી હરિયાળી કરીએ ધરા
વૃક્ષો વિનાની વસુંધરા લાગે ઉજ્જડ ધરા
વૃક્ષો થકી રૂપ ધરી સુંદર લાગે ધરા
વૃક્ષો ઉગાડી હરિયાળી કરીએ વસુંધરા
લીલા પર્ણ થકી વૃક્ષો હરિયાળી બનાવે ધરા
ઉનાળે વૃક્ષો વિના ધોમધખંતી બને ધરા
વૃક્ષો ઉગાડી હરિયાળી કરીએ વસુંધરા
ફળ ફુલ અન્ન ઉત્પન્ન કરે છે આ ધરા
તેને ન બનાવીએ વૃક્ષો વિનાની ધરા
વૃક્ષો ઉગાડી હરિયાળી કરીએ વસુંધરા
વૃક્ષો થકી લીલી ચૂંદલડી ઓઢે ધરા
સુંદર વન થકી જ મહેંકી ઊઠે ધરા
વૃક્ષો ઉગાડી હરિયાળી કરીએ વસુંધરા
અમૃત સમાન છે વૃક્ષ આ ધરા પર
તેના વિના જોખમમાં છે સજીવ ધરા પર
વૃક્ષો ઉગાડી હરિયાળી કરીએ વસુંધરા
નવા પ્રાણ પુરે વૃક્ષો હર સજીવ સૃષ્ટિમાં
વૃક્ષો વિનાના પ્રાણ મુંઝાય આ જગમાં
વૃક્ષો ઉગાડી હરિયાળી કરીએ વસુંધરા
