STORYMIRROR

Deepa rajpara

Inspirational Others

4  

Deepa rajpara

Inspirational Others

વૃદ્ધત્વ બન્યું બાળક

વૃદ્ધત્વ બન્યું બાળક

1 min
397

ભાખોડીયા ભરતું બાળપણ દાદાની પીઠે ફરી ચડ્યું,

ઢળતી ઉંમર પર અનુભવ પાશ ચડાવી ફરી ખીલ્યું,

બાળપણનો સ્વાંગ ધરી દાદાનું વૃદ્ધત્વ ફરી મ્હોર્યું !

બોખા મોં નો એ જ મલકાટ લઈ મોં પર ફરી સજ્યું,

તાળીનાં ટપાકે ને કિલકિલાટે ઘર આખું ફરી ગુંજયું,

બાળપણનો સ્વાંગ ધરી દાદાનું વૃદ્ધત્વ ફરી મ્હોર્યું !

રૂપેરી કેશ માંહે ચળકતો ભાલચંદ્ર થઈ ફરી ચમક્યું,

દુનિયાથી બેફિકરીનાં દિન પાછા લાવી ફરી ચહેકયું,

બાળપણનો સ્વાંગ ધરી દાદાનું વૃદ્ધત્વ ફરી મ્હોર્યું !

ડંગોરાને વાર્તાનો પાંખાડો ઘોડો બનાવી ફરી ઊડ્યું,

ડાયપરની ચડ્ડી પહેરી એ મોગલી બની ફરી વિહર્યું,

બાળપણનો સ્વાંગ ધરી દાદાનું વૃદ્ધત્વ ફરી મ્હોર્યું !

અંચબાનું કાજલ બની આંખમાં કુતુહલ ફરી પધાર્યું,

પા પા પગલી પાડતું હલતું ડોલતું જીવન ફરી ચાલ્યું,

બાળપણનો સ્વાંગ ધરી દાદાનું વૃદ્ધત્વ ફરી મ્હોર્યું !

ધ્રુજતાં હાથોએ દાદાગીરી પર પક્કડ ફરી જમાવ્યું,

'દીપાવલી' આમ, દાદાએ જિદ્દીપણું ફરી જતાવ્યું,

બાળપણનો સ્વાંગ ધરી દાદાનું વૃદ્ધત્વ ફરી મ્હોર્યું !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational