વરાછાવાળા
વરાછાવાળા
રહેવા મોટો બંગલો હોય,
ફરવા ઓડી ગાડી હોય,
સ્વભાવના મનમોજી હોય
એવા અમે વરાછાના વતની હોય
ખાવા ને ખવડાવામાં માનતી હોય,
ખાધે પીધે સુખી હોય,
સેવા ધરમના કામ કરતી હોય,
એવા અમે વરાછાના વતની હોય
મોજ મસ્તીમાં આગવું મહત્વ હોય,
અણી કાઢીયા વગર ચાલતું નો હોય,
સુખમાં પછી કયારેક ને દુઃખમાં હાલ આવું છું એમ કહેતાં હોય,
એવા અમે વરાછાના વતની હોય.
