આંખોમાં સપનાં
આંખોમાં સપનાં
1 min
213
આંખોમાં સપનાં ઘણાં હતાં પણ,
એ અમારા માટે ખર્ચાતા હતાં,
ચહેરા પર સ્મિત હંમેશા રાખતાં પણ,
અંદરથી હતાશ અમારા માટે હતાં,
સમય ઘણો વિતાવતાં અમારી સાથે પણ,
એ અમારે માટે પોતાને જ ભૂલી ગયા હતાં,
કહે અગુ ખુબ જ પ્રેમ આપો છો પપ્પા તમે પણ,
અમે સામે વળતર આપવાનું જ ભૂલી ગયા હતાં.
