વણથંભી વણઝાર
વણથંભી વણઝાર


જિંદગી એક સફર છે તો મંઝિલ પણ હશે
નહિ હોય આસાન, થોડી કઠિન પણ હશે !
પહોંચશે ક્યારેક દુઃખ પણ ચરમસીમાએ,
ત્યારબાદ સુખનો સાગર પણ નજીક હશે !
ના રોકી શકાય કે ના પકડી શકાય સમયને
વણથંભી વહેતી રહેતી એ વણઝાર હશે !
હળવુંફૂલ હોય જીવન, છે અપેક્ષાનો ભાર,
ઘટતી ઘટનાઓને જતું કરવામાં સાર હશે !
સારા નરસા અનેક પ્રસંગોએ શીખવી જશે જિંદગીનો નિચોડ અનુભવને આધાર હશે !