Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy Inspirational

3  

Manishaben Jadav

Fantasy Inspirational

વંદન અમારા

વંદન અમારા

1 min
5


જનક રાજાને ત્યાં જન્મ્યા

જાનકીના નામે ઓળખાયા

સીતાજી તમને વંદન હો અમારા,


શ્રીરામ સંગ પરણ્યા

અયોધ્યા રુમઝુમ પધાર્યા

સીતાજી તમને વંદન હો અમારા,


રામને વનવાસ મળ્યા

સીતાજી તમે સંગ ચાલ્યા

સીતાજી તમને વંદન હો અમારા,


રાવણને ભિક્ષા આપ્યા

લંકામાં અપહરણ થયાં

સીતાજી તમને વંદન હો અમારા,


રામનામના જપ કર્યા

લંકામાં ધીરજ ધર્યા

સીતાજી તમને વંદન હો અમારા,


રામ રાવણના યુદ્ધ થયા

સીતાજી અયોધ્યા પધાર્યા

સીતાજી તમને વંદન હો અમારા,


અયોધ્યાવાસી મેણાં બોલ્યા

સીતાજીને વનવાસ મળ્યા

સીતાજી તમને વંદન હો અમારા,


વાલ્મીકિ ઋષિ મળ્યા

ઋષિના આશ્રમમાં રહ્યાં

સીતાજી તમને વંદન હો અમારા,


લવ કુશને તમે ઉછેર્યા

રાજરાણી થઈ કામ કર્યા

સીતાજી તમને વંદન હો અમારા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy