કાળા રંગની શકિત
કાળા રંગની શકિત
કાળો રંગ અનેરો રંગ જો
કાજળ બની આંખમાં શોભતો
કાળા રંગની શકિત ઘણી રે
કાળા રંગને નાના બચ્ચા શોભે
નજર ન લાગે કાળી કોઈની
કાળા રંગની શકિત ઘણી રે
કાળા રંગને નિરાશા સાંપડી
રંગ થકી ન હોય ભવિષ્ય
કાળા રંગની શકિત ઘણી રે
કાળો રંગ રહસ્યમય ગણાય
ભેદ ઉકેલવા વપરાય રે
કાળા રંગની શકિત ઘણી રે
કાળા રંગને અશુભ માનતા
રૂઢિવાદી લોકો પસંદ કરે રે
કાળા રંગની શકિત ઘણી રે