કોઈ રડે ત્યારે આભ ગર્જે છે,
બાકી આ મેઘ આમ ક્યાં વરસે છે!
મારા આંસુઓ જોઈને, મને ભીંજવતો નહિ હોય,
બાકી એ ક્યાં કોઈને છોડે છે!
આમ જ વરસ્યા કર તું, કે જાણે મારી આખો,
બાકી ભીની આંખો કોરી કરવા એ નહિ આવે, એતો મને ખબર છે!
n data-offset-key="7ue0g-0-0">
યાદ એ કરતી નથી ને ભૂલી હું શકતો નથી,
બાકી આંસુઓ નીકાળે, એમાંની આંખો આપડી ક્યાં છે!
વાદળથી અલગ થવાનો ગમ જેટલો તને છે એટલો મારા આંસુઓને હશે,
પણ જીવવા માટે શ્વાસને અલગ કર્યા વગર ચાલે ક્યાં છે!
આતો કોઈએ હાલ પૂછ્યા મારા, એટલે આ બધું.
બાકી દર્દ કવિતાથી કહેતા, આપડને ક્યાં આવડે છે!