વિસરાય
વિસરાય
વિસરાયું ન વિસરાય આ વર્ષ ઓ મારા સાજન,
હસતા રમતા કર્યું હતું સ્વાગત,
અંતરમનમાં હતી એક તાકાત,
કરવી હતી મારે નવી કરામત,
વિસરાયું ન વિસરાય આ વર્ષ ઓ મારા સાજન,
સુખ દુઃખમાં ઓગળતું કાજળ,
હિંમત ન હારી વધતી હું આગળ,
દુઃખોને છોડી દીધા હતા પાછળ,
વિસરાયું ન વિસરાય આ વર્ષ ઓ મારા સાજન,
મળ્યો પરીવારને મિત્રોનો પ્રેમ,
આવી ઘણી ખુશીઓ સનમ,
વીતી રહ્યું અનેરું આ વર્ષ,
વિસરાયું ન વિસરાય આ વર્ષ ઓ મારા સાજન,
પૂરા કર્યા અનેક સપનાઓ,
બાકી રહી અધૂરી ઈચ્છાઓ,
હસતા-રમતા પુરુ થયું આ વર્ષ,
વિસરાયું ન વિસરાય આ વર્ષ ઓ મારા સાજન.