STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

વિશ્વાસ

વિશ્વાસ

1 min
293

દૂર થશે ગરીબી તારી, 

વિશ્વાસ હૈયે રાખતો જા. 


મહેનત કરી સફળ બનતો જા, 

ખેલ જિંદગીનો ખેલતો જા. 


ના ચલાવ આડેપાટે જિંદગીને, 

લકીર સીધી ખેંચાતો જા. 


ક્યારેક તો નસીબ આડે પાંદડુ, 

ભાગ્યનાં બળે દૂર કરતો જા. 


માનવી છું તો માનવ બની, 

માનવતાને મૂલવતો જા. 


દોડ રેસની લગાવીને, 

અમીર બની ઓળખાતો જા. 


નથી કોઈ કામ મુશ્કેલ અહીં, 

હૈયે હામ ભીડી લડતો જા. 


લડાઈ જિંદગીની જીતીને, 

ગગનની ઉંચી ઉડાન ભરતો જા. 


નથી કોઈ આવવાનું તારી સાથે, 

"સખી" તારા ભાગ્યને તું લખતો જા. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational