વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
ધરા રતન
વનરાજી વૃક્ષોની
દુઆ જીવોની.
સૂકી ધરતી
કોરી છે લાગણીઓ
સિંચશે કોણ?
કરો જતન
વૃક્ષના વાવેતર
ખીલે વતન.
ધર્મ સત્યતા
બચાવીએ વૃક્ષોને
એ કર્તવ્યતા.
રહે વડીલ
તરુવરની જેમ
છાંયા હંમેશ.
માનવ કાપે
પોતાના ઉપયોગે
વૃક્ષ બાળશે.
વૃક્ષો શ્વાસ છે
વાવો વૃક્ષ કે વેલ
આપ્તજન છે.
