વિશ્વ કવિતા દિવસ
વિશ્વ કવિતા દિવસ


હું તને વાંચીને વિસરી ના શકું,
તને કંડારવાની હું શરૂઆત તો જરૂર કરું,
તારા અસ્તિત્વને હું ન્યાય આપી શકું છું કે કેમ?
એ જાણવાની કોશિશ તો હું કરું,
તને વાંચીને 'વાહ' નીકળે જ,
લખ્યા પછી અંતરની આહ,
જીવનની રાહ મળે જ,
ઉમંગની વાત જણાવી દઉં,
'કવિતા' કરવાનું મન થાય,
એ દરેક પળની હું ચાહ કરું જ.