વિશ્વ એક કવિતા
વિશ્વ એક કવિતા
જન જનના ઉરમાં કવિતા રમતી,
અલગ ભાષાએ તે વિશ્વમાં વહેતી
નવયુગનો આ નવો જમાનો,
વિશ્વ સંસ્કૃતિથી બંધાયો જમાનો.
કવિતા પરિસ્થિતિનું વર્ણન કરતી,
બહાર નીકળવાનું દર્પણ બનતી.
હાલમાં કૉરોના વાયરસથી બચવા
કવિતા તૈયાર થઈ ઉદ્દીપક રહેવા.
હિંમત આપી કવિતાની કડીઓએ
તોડવા કૉરોનાની શૃંખલાની કડીઓને.
કવિતા જનજનનું પરિવર્તન કરતી
જાણે એ સુશિક્ષક બની રહેતી.
તેથી કવિતાને મળી લોકોમાં ઈજ્જત,
વિશ્વ જનની કરે એ માવજત...!
કવિતા ગાતી વિશ્વ તણી લાગણીને,
જાણે આખા વિશ્વને ખોળામાં સમેટીને.....!
કવિતા વિશ્વનો પ્રાણ.......!
કવિતા વિશ્વનો આધાર.....!
કવિતા ભીડ ભંજીની.........!
કવિતા હાસ્યની મૂર્તિ.........!
કવિઓએ ગાઈ આ સુંદર કવિતા,
તેથી જ બની "વિશ્વ એક કવિતા"