Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Inspirational

4  

Rutambhara Thakar

Inspirational

વિશિષ્ટ શક્તિ

વિશિષ્ટ શક્તિ

1 min
244


સમંદરની લહેરોમાં છે વિશિષ્ટ શક્તિ,

એનાં પ્રચંડ પ્રવાહ બનાવતો ઉર્જા અને વિજળી શક્તિ,

લહેરોનાં અદમ્ય અવાજો એનાં ઘુઘવતાં ,

દરીયાને એની વિશિષ્ટ શક્તિઓની દૂહાઈ દેતાં.


સમંદરની ધસમસતી લહેરોને પૂછીયે કે, કેમ છે ?

ગમે એવી કપરી પરિસ્થિતિમાં

એ લહેરાતી લહેરાતી આવશે કિનારે અને કહેશે,

એયને આપણે તો લીલા લહેર છે.


ભલે સમંદરનાં પેટાળમાં ધધકતો વીજળીનો પ્રવાહ,

એને ચઢાવે ગોટે, લાવે એના મોઢે ફીણ,

છતાંય લહેરાતી આવશે કિનારે અને કહેશે,

એયને આપણે તો લીલા લહેર છે.


ધરબીને બેઠી હોય છે દિલમાં, કેટલાય રાઝ

સમંદરનાં, ના સહેવાય ના રહેવાય તોય જીરવતી ,

છતાંય લહેરાતી આવશે કિનારે અને 

કહેશે એયને, આપણે તો લીલા લહેર છે.


વિશાળ સમંદરની એકમાત્ર વિશ્વાસ પાત્ર પ્રેમિકા બનીને,

તોફાની બનતો સમુદ્ર તોય ક્રોધ એનો સહેશે લહેરો,

છતાંય પછડાતી કૂટાતી આવશે કિનારે,

અને કહેશે એયને, આપણે તો લીલા લહેર છે.


લહેરોનો પોતાનો મનમૌજી સ્વભાવ ખબર સમંદરને,

પ્રેમમાં પડી બનાવી લીધી પોતાની મિલકત,

એને સહેજેય ના કરવા દેતો વિરામ, છતાંય.

અથાક લહેરાતી આવશે કિનારે અને

કહેશે એયને, આપણે તો લીલા લહેર છે.


સો સલામ લહેરોની લાગણીઓને,

સમંદરનાં બંધનોને માની પ્રગાઢ પ્રેમ,

પ્રણયની કુમાશ થકી શરમાતી, આવશે કિનારે

અને કહેશે એયને, આપણે તો લીલા લહેર છે.


સમંદરની ફિતરતને સ્વિકારીને કર્યો છે,

એને પોતાનો આત્મરત, ખબર છે કિનારે પહોંચી,

બનશે સદગત્, છતાંય આવતી કિનારે,

અને કહેશે એયને, આપણે લીલા લહેર છે.


સમુદરનું અસ્તિત્વ જ લહેરો થકી,

બાકી નદીઓ અને દરિયામાં ક્યાં કોઈ ફેર છે ?

આ તો લહેરોની દરિયાને મહેર છે,

મસ્તીમાં મસ્ત રામ લહેરાતી લહેરો, 

આવતી કિનારે અને કહેશે ,

એયને, આપણે તો લીલા લહેર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational