Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Inspirational

4  

LALIT PRAJAPATI

Inspirational

વિરોધ

વિરોધ

1 min
4


ક્યારેક સત્ય તો ક્યારેક ભ્રમ સામે વાંધો છે,

દુનિયાને તમારા હરએક કદમ સામે વાંધો છે. 


ક્યારેક એ ફરજ પાડે છે પરદાદાર રહેવાની, 

ને, ક્યારેક એને નિર્દોષ શરમ સામે વાંધો છે.


હસે છે આ દુનિયા જો ભૂલો તમારું સ્વમાન,

ને,કયારેક એને તમારા અહમ સામે વાંધો છે. 


ક્યાં ક્યાં જઈને ઉજાગર કરવું સત્યને હવે, 

ક્યાંક જબાન તો, ક્યાંક કલમ સામે વાંધો છે.


નાનામોટા વિરોધોની પરવાહ ના કરશો તમે, 

વાંધાવચકા વાળાને તો "પરમ" સામે વાંધો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational