STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મનવા

મનવા

1 min
354

તું તારા અંતરેથી 'રાવણ' ને હટાવ મનવા.

ન રાખ લેશમાત્ર એના પ્રત્યે લગાવ મનવા.


તારા મનપ્રદેશે છે શાસન એનું અવિચળને,

દફનાવી દૈ એને માનવતાને પ્રગટાવ મનવા.


નથી તું રામ કે એને હણી શકે રણમધ્યમાં,

તારી વૃત્તિની દિશા હવેથી બદલાવ મનવા.


એ રાવણ તો દર વર્ષે બને છેને બળે પણ,

આત્મમંથને એને આજથી ભૂલાવ મનવા.


સ્થાપી દે રામને તારા ઉર આંગણિયામાંને,

આપોઆપ કમ થશે એનો પ્રભાવ મનવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational