STORYMIRROR

Sheetal Harvara

Inspirational

4  

Sheetal Harvara

Inspirational

બાપુ

બાપુ

1 min
449

નિરાશ થયેલા હ્રદયની, તુંં એક આસ બન્યો,

બાપુ તુંં મારા ભારતનું વરદાન બન્યો.


અંધકારમય જીવનનો, તુંં એક દિપક બન્યો,

બાપુ તું મારા ભારતનું વરદાન બન્યો.


નિ:શસ્ત્ર હાથોનું, તુંં એક સસ્ત્ર બન્યો,

બાપુ તું મારા ભારતનું વરદાન બન્યો.


અસત્યના કિચડને ધોવા, તું સત્યરૂપી ઝરણું બન્યો,

બાપુ તું મારા ભારતનું વરદાન બન્યો.


નિઃસહાય શ્વાસોનો, તુંં એક સાથી બન્યો,

બાપુ તું મારા ભારતનું વરદાન બન્યો.


લડવૈયા ક્રાંતિની, તુંં એક આગ બન્યો,

બાપુ તું મારા ભારતનું વરદાન બન્યો,


ગુલામ હિન્દુસ્તાનની, તુંં એક આઝાદી બન્યો,

બાપુ તું મારા ભારતનું વરદાન બન્યો.


કદી ના ભુલાય એવો, તુંં એક ઇતિહાસ બન્યો,

બાપુ તું મારા ભારતનું વરદાન બન્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational