STORYMIRROR

Vanita Sutariya

Romance

4  

Vanita Sutariya

Romance

વિરહની હોળી

વિરહની હોળી

1 min
253

કોરી મોજ ચુનર સાજન રહી

આવ્યો નહીં તું હું રંગાઈ નહીં,


પિયુ પરદેશ તો આ રંગની શુ કામના

લાલ લીલો પણ મુજ ચુનર સફેદી રહી,


સપને કૃષ્ણ બની આવશે તું જ્યારે

રાધા બની રંગોથી ચુનર ઓઢતી રહી,


ચારે તરફ કેસૂડો મહેકી ઊઠ્યો,

ધરા પણ પ્રેમના રંગે રંગાઈ રહી,


આવ હવે હાથમાં પ્રેમરંગ લઈ,

તારા વિરહની અગ્નિ દઝાડતી રહી,


હોળીની ધૂમ ચાર કોર મચી રહી

વિરહની હોળી રાધા મનાવતી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance