STORYMIRROR

Vanita Sutariya

Others

3  

Vanita Sutariya

Others

મારી માતૃભાષા ગુજરાતી

મારી માતૃભાષા ગુજરાતી

1 min
171

જન્મ સાથે જોડાતીને, મરણની સાથે છૂટતી

એ છે મારી માતૃભાષા લોહીમાં મારા ઘૂંટતી,


હેલ્લો બોલો તો ભાવ નથી ને, બાય કહેતા માન નથી

નમસ્તેથી દિલ જીતાયને, ફરી આવજો હસી કહેવાય

આ છે મારી માતૃભાષા લોહીમાં મારા ઘૂંટાય,


માં પાસેથી શીખી છું, ને ગુરુ પાસે પંડિત થતી,

દેશ-વિદેશ પરિક્રમા કરી, અંગ્રેજી ના સમજાતી

આછે મારી માતૃભાષા ગુજરાતી,


સદા સૌમ્યથી વૈભવ એ રાજતી

દોહા છંદને વ્યાકરણ સમજાવતી

વ્હાલી મને મારી માતૃભાષા ગુજરાતી.


Rate this content
Log in