STORYMIRROR

Vanita Sutariya

Romance

3  

Vanita Sutariya

Romance

મહેંદી તારા નામની

મહેંદી તારા નામની

1 min
183

આંખના પલકારે જિંદગી બદલાઈ ગઈ

બાળપણ વીત્યું ને યૌવનની ઉમરે ચઢી ગઈ,


આંખોએ સજાવ્યા પ્રેમના સ્વપ્નો

સ્વપ્નો બની પિયુના સૂરમાં સમાઈ ગઈ,


આંગણે વાગ્યા ઢોલને હું શરમાઈ ગઈ

ઢોલના ધબકારે કંકોત્રી છપાઈ ગઈ,


અંગે પીઠી ચોળી પિયુ તારા નામની

હાથમાં તારા નામની મહેંદી રચાઈ ગઈ,


જિંદગી જીવવી આખી તારા સંગ 

કોડ હજારો સાથે, માથે ચૂંદડી ઓઢાઈ ગઈ,


છોડીશ નહીં સાથ તારો મૃત્યુ સુધી

સપ્ત વચને આજ 'ડિયર' બંધાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance