STORYMIRROR

Vanita Sutariya

Others

3  

Vanita Sutariya

Others

ઉત્સવ ભર્યો

ઉત્સવ ભર્યો

1 min
3

આજ અમ આંગણે ઉત્સવ ભયો,

સ્વતંત્રતાનો ઘણો આનંદ થયો,

સુભાષચંદ્રને નીડર આઝાદ,

નેહરુ,ગાંધી,વલ્લભ, સર્વે લડ્યા,

ત્યારે ચાખ્યો આઝાદીનો સ્વાદ,

આજ અમ આંગણે ઉત્સવ ભયો,

સ્વતંત્રતાનો ઘણો આનંદ થયો.


લહેરાય છે ત્રિરંગો ઊંચે આકાશે,

સરહદે સૈનિક અડીખમ થયો,

તાકાત નથી દુશ્મન તારી જરીએ,

અમારા યુવા હવે સતર્ક થયા,

આજ અમ આંગણે ઉત્સવ ભયો,

સ્વતંત્રતાનો ઘણો આનંદ થયો.


આંખ જો ઊંચી કરે દુશ્મન,

માતૃભૂમિ કાજ માનો સપૂત મેદાને પડ્યો,

નથી ઓકાત તારી ભાગ દુશ્મન,

માતૃભૂમિ પર પગ મુકવાની નથી ઓકાત તારી,

આજનો યુવા માતૃભૂમિ કાજ,

એક સૂરે શહીદ થવા ઉભો થયો,

આજ અમ આંગણે ઉત્સવ ભયો,

સ્વતંત્રતાનો ઘણો આનંદ થયો.


સામગ્રીને રેટ આપો
લોગિન