STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

વિકાસના પંથે રહીએ

વિકાસના પંથે રહીએ

1 min
176

ભલે ને હોય ભારતમાં અલગ અલગ વિવિધતા

ન રાખીએ વિવિધતાની કોઈ સાથે અસમાનતા

વિવિધતામાં રાખી એકતા વિકાસના પંથે રહીએ...!

ધોતી,કુર્તાને પેન્ટ શર્ટ વેશ છે જુદા જુદા

છતાં પ્રગતિના પંથે અમે ન રહીએ વિખુટા

વિવિધતામાં રાખી એકતા વિકાસના પંથે રહીએ...!

ગુજરાતી, બંગાળી, મરાઠી ને હિન્દી

ભાષા થકી ભારત દેશે વિવિધતા ઘણી

વિવિધતામાં રાખી એકતા વિકાસના પંથે રહીએ...!

હિન્દુ મુસ્લિમ શીખ પારસી ધર્મ અનેક

ઈશ્વરને પામવા ધ્યેય સૌ ધર્મનો છે એક

વિવિધતામાં રાખી એકતા વિકાસના પંથે રહીએ...!

કેસરી, સફેદને લીલા રંગ પ્રતિક પ્રગતિના

શાંતિ, હરિયાળી ને શોર્ય માર્ગ વિકાસના

 વિવિધતામાં રાખી એકતા વિકાસના પંથે રહીએ...!

ખીચડી, જલેબી, દાલબાટી ને પંજાબી અન્ન

ખોરાકની વિવિધતાને માણીએ સૌ સંગ સંગ

વિવિધતામાં રાખી એકતા વિકાસના પંથે રહીએ...!

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational