STORYMIRROR

Rohit Prajapati

Inspirational Others

4  

Rohit Prajapati

Inspirational Others

વીર સૈનિક

વીર સૈનિક

1 min
388

યાદો ભરી એની સાત સાગર જેવી,

ના કોઈ રહી રાવ ફરિયાદો એવી,

મન ભરી માણ્યું હતું એણે બચપણ,

જુવાની લાગી મા ભોમમાં હોમવા જેવી.


છાતી હતી સેનામાં જોડાવા જેવી,

માતા પણ હતી અદલ સિંહણ જેવી,

કહ્યું હતું તારી જરૂર છે મારા લાલ,

મા ભોમને તું રક્ષા આપ ઢાલ જેવી.


ચાલ્યો સેનામાં ને ચાલ તો વીરો જેવી,

મક્કમતા માતાની પણ મા ભોમ જેવી,

ધીમે ધીમે એ લાયક સૈનિક બનતો રહ્યો,

ને કાગળ વાંચી માની તો છાતી ફુલે એવી.


ગામ આખામાં વાગે ડંકો વીરતા એવી,

દેશને સૈનિક આપી મા હરખાય કેવી,

જન્મારો જાણે આખો સફળ થયો,

જીવનમાં પૂર્ણતા ભરાઈ ખુશી થઈ એવી.


લોહિયાળ ખેલ ખેલાયો દુશ્મની એવી,

સપૂતના લોહી વહ્યા તોય મર્દાનગી એવી,

કાગળ આવ્યો શહીદી વહોરી લાલે,

તોય સિંહણની આંખ હતી જોવા જેવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational