Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Romance

4.9  

'Sagar' Ramolia

Romance

વિધવા ભાગ-32 પિયુ-પ્રિયા ગીત-1

વિધવા ભાગ-32 પિયુ-પ્રિયા ગીત-1

1 min
377


મૂછ ઝૂલે તમારા મુખડે,

પિયુજી મારા ! મૂછ ઝૂલે તમારા મુખડે !

એ જી ! એના આંકડા વળી જાય રે,

પિયુજી મારા ! મૂછ ઝૂલે તમારા મુખડે !


મૂછડી છે નરનું પ્રતીક,

ગોરાંદે મારી ! મૂછડી છે નરનું પ્રતીક !

એ જી ! એમાં નરનું પાણી દેખાય રે,

ગોરાંદે મારી ! મૂછડી છે નરનું પ્રતીક !


આટલું ગુમાન ન કરશો,

પિયુજી મારા ! આટલું ગુમાન ન કરશો !

એ જી ! આ મૂછનું પાણી ન જાય રે,

પિયુજી મારા ! એટલું ઘ્‍યાન તમે રાખજો !


બોલ્‍યું કદી' ન રે બદલાય,

ગોરાંદે મારી ! બોલ્‍યું કદી' ન રે બદલાય !

એ જી ! આ ખોળિયેથી જીવ ભલે જાય રે,

ગોરાંદે મારી ! બોલ્‍યું કદી' ન રે બદલાય !


દિલથી તમને આવકારું,

પિયુજી મારા ! દિલથી તમને આવકારું !

એ જી ! મારા હૈયે માન યભરાય રે,

પિયુજી મારા ! દિલથી તમને આવકારું !


હાથમાં મૂકી દે તારો હાથ,

ગોરાંદે મારી ! હાથમાં મૂકી દે તારો હાથ !

એ જી ! બંને દલડાં એક થૈજાય રે,

ગોરાંદે મારી ! હાથમાં મૂકી દે તારો હાથ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance