STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

વિચલિત ના થતો

વિચલિત ના થતો

1 min
181

મુસીબતનો પહાડ ભલે હોય તારી રાહ પર,

ભલે કંટક ભરી ડગર હોય

પણ તું વિચલિત ના થતો,


સત્ય પર કુરબાન કર જે તારી જાતને

ભલે રોષે ભરાઈ જમાનો

આપે ના કોઈ સાથ તારો,

તો પણ તું વિચલિત ના થતો,


દુનિયા આખી શંકા કરે તારા સત્કાર્યોમાં

પણ ત્યારે તારી જાતમાં શ્રદ્ધા રાખજે

ત્યારે પણ તું વિચલિત ના થતો,


જીતનો જશ્ન ભલે મનાવ

હારમાં પણ હોસલો રાખજે,

તારા ધ્યેયથી તું વિચલિત ના થતો,


જ્યારે તારી સઘળી મહેનત વ્યર્થ જાય

તારું સર્વસ્વ લૂંટાઈ જાય

ત્યારે પણ તું નવી શરૂઆત કર જે,

મંઝિલ પર ડગલાં ભરતો રહેજે

વિચલિત ના થતો,


રાજા અને રંક સાથે

સમાન વ્યવહાર દાખવજે

આમ ઝાકઝમાળ રોશનીથી

વિચલિત ના થતો,


જ્યારે કોઈ પોતાનું આપે ઘાવ

દિલ પર કરે વાર

ત્યારે મનથી તું વિચલિત ના થતો,


કોઈ ધ્યેય પ્રાપ્તિ માટે રાહમાં ભલે હો

લાખો કોયડાઓ

પણ તું વિચલિત ના થતો,


તો આ પૃથ્વી તારી જ છે,

અને આ પૃથ્વીની તમામ મિલકતનો

વારસદાર પણ તું છે,

બસ તું ક્યારેય વિચલિત ના થતો.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational