વિચારો કે, જે વીતી ગઈ, એ વાત ગઈ....
વિચારો કે, જે વીતી ગઈ, એ વાત ગઈ....
વિચારો કે, જે વીતી ગઈ, એ વાત ગઈ....
કોઈ એક, આંખોનો તારો હોય,
આપણને ખુબજ, પ્યારો હોય,
એ ખરી જાય, તો શું થયું ?
કેટલાંય એવાં, તારા ખર્યાં,
તોય, કદી ના, ગગને આંસુ સાર્યાં !
વિચારો કે, જે વીતી ગઈ, એ વાત ગઈ....
કોઈ એક, જીવનનું ધ્યેય હોય,
આપણાં જીવનનું, અંતિમ લક્ષ્ય હોય,
એ નિષ્ફળ જાય, તો શું થયું ?
કેટલાંય એવાં, પ્રયત્નો હાર્યાં,
તોય, કદી ના, મનથી હિંમત હાર્યાં !
વિચારો કે, જે વીતી ગઈ, એ વાત ગઈ....
કોઈ એક, એવી ડગર હોય,
આપણી એ, મંઝિલ હોય,
શોધતાં એને, ખોવાઈ જવાય, તો શું થયું ?
કેટલાંય એવાં, ઢોળાવ આવ્યાં,
તોય, કદી ના, ચરણ થાક્યાં !
વિચારો કે, જે વીતી ગઈ, એ વાત ગઈ....
કોઈ એક, લાગણીની છોળ હોય,
આપણી એ, જીવાદોર હોય,
નિભાવતાં એને, તૂટી જાય, તો શું થયું ?
કેટલાંય અધૂરાં, અરમાનો હોય,
પણ, 'ચાહત' મનની, જો પૂરી થાય....
તો, વિચારો કે, વીતી ગઈ, એ વાત ગઈ.