STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

વિચાર-શુદ્ધિ

વિચાર-શુદ્ધિ

1 min
167


ઘરનાં મંદિરમાં રોજ દીવો કરી,

ઘરસંસારને ઉજ્વળ બનાવે એ ગૃહલક્ષ્મી, 

અપશબ્દોથી અંધાકર ફેલાવી,

એને અપમાનિત કરતાં કેમ વાર ન લાગે ?


પરિશ્રમની સીડી પકડી હંમેશાં ચાલે,

દરેક પરિસ્થિતિમાં કુટુંબને સંભાળે,

આમ ઘણું બધું કહીએ છતાં પુરુષને બિરદાવતાં,

આપણા શબ્દો કેમ ખૂટતાં લાગે ?


સહુ કોઈ ખૂણે ખાંચરેથી મલીનતા દૂર કરી,

ઘરને આમ કંચન જેવું રાખે,

મનમાં નફરત-તિરસ્કાર અને અહંકારને,

પ્રેમની સાવરણીથી કોણ વાળે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational