STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

વિ. સં.૨૦૮૦

વિ. સં.૨૦૮૦

1 min
376

વિક્રમ સંવત ૨૦૭૯ વર્ષ વીત્યું ૨૦૮૦ તું પધારજે,

સૌ ભારતીય બંધુઓને ખૂબ જ સમૃદ્ધ બનાવજે.


સૌનો ચહેરો હસતો રહે એવી પમરાટ ફેલાવજે,

અમે તને આવકારશું તું પણ તારી ફરજ નિભાવજે.


ઈર્ષા, અભાવ, રાગ, દ્વેષ, હોય કોઈથી તું હટાવજે,

રહે સૌ જન નિરોગી અને સૌને આનંદી બનાવજે.


અમે રંગોળી પૂરી આંગણ સજાવશું તું પધારજે,

સહુ મળે હૃદયથી ક્ષણ ક્ષણ સુખમય વિતાવજે.


ભૂખ, ભય, ભ્રષ્ટાચાર, ભાવ વધારાને ભગાડજે,

આતુરતાથી રાહ જોઈએ સોનાનો સૂર્ય ઉગાડજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational