Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi sunil Patel

Inspirational

4.5  

Purvi sunil Patel

Inspirational

વહી ગયું એક વર્ષ

વહી ગયું એક વર્ષ

1 min
396


વીતી ગયું ફરી એક વર્ષ મારી જિંદગીનું,

શરુ થશે ફરીથી નવું વર્ષ મારી જિંદગીનું.

થોડી ખાટી થોડી મીઠી ક્ષણો આપી ગયું,

આમ વહી ગયું એક વર્ષ મારી જિંદગીનું.

થોડી હસીખુશી,થોડાં ગમને ઠાલવી ગયું,

આમ વહી ગયું એક વર્ષ મારી જિંદગીનું.

નિર્દયતાથી સ્વજનને અચાનક લેતું ગયું,

આમ વહી ગયું એક વર્ષ મારી જિંદગીનું.

જીવનનાં દરેક ક્ષેત્રે ઘડતર કરતું જ રહયું,

આમ વહી ગયું એક વર્ષ મારી જિંદગીનું.

મારી ઝોળીમાં અનુભવોનું ભાથું ભરીને,

આમ વહી ગયું એક વર્ષ મારી જિંદગીનું.

ભવિષ્યનાં સોનેરી સપનાં બતાવતું ગયું,

આમ વહીી ગયું એક વર્ષ મારી જિંદગીનું.

વ્યસ્તતામાં ને  મૂંઝવણમાં વહી જ ગયું,

આમ એક વર્ષ ઓછું થયું મારી જિંદગીનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational