STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

વહેતું સદા પ્રેમનું ઝરણ છે

વહેતું સદા પ્રેમનું ઝરણ છે

1 min
276

હર પળ મારા હૈયે તારું સ્મરણ છે,

તારા વિના જીવન જાણે એક રણ છે !


મારા હૈયામાં તું, મારા શ્વાસો શ્વાસમાં તું,

ઈશ્વર કરતા પણ વધારે થાય તારું રટણ છે.


જાત કરતા પણ વધારે ચાહું છું તને,

શબ્દોમાં કઈ રીતે વ્યક્ત કરું એ મૂંઝવણ છે.


હજારો દુઃખ, હજારો તકલીફ છે જીવનમાં,

પણ બધી સમસ્યાઓનું નિરાકરણ તું છે.


સદીઓની તરસ તારી મારે છીપાવવી છે,

મારા હૈયે વહેતું તારા માટે પ્રેમનું ઝરણ છે.


તૃપ્ત થઈ જશે મારું આ તડપતું હૈયું,

તારું મિલન એજ મારા દુઃખોનું મારણ છે.


નથી જોઈતા હવે કોઈ તખ્તોતાજ મને,

બસ તારો પ્રેમ એજ જીવનનું કારણ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance