વ્હાલું ગુજરાત
વ્હાલું ગુજરાત


વ્હાલું ગુજરાત મારું
મોંઘેરું ગુજરાત,
જગથી જુદેરુ મારું,
'અલબેલુ' ગુજરાત.
એક એક અક્ષરે પ્રગટાવું,
ગુજરાત પ્રેમની જ્યોતિ.
યશગાથા ગાઉં આજ ,
તન-મનથી દીપ પ્રગટી.
તોયે ઘણું ઓછું પડે,
એવું 'ગૌરવાન્વિત' મારું વ્હાલું
ગુજરાત.
લાગણીઓની હેલીઓથી,
ધસમસતું મારું,
પ્રેમાળ વ્હાલું ગુજરાત.
આપત્તિમાં એક થઈ,
ખડગભેર રહેતું એવું,
મારું 'અડીખમ' ગુજરાત.
અનેક વીરોથી ઝગમગતું,
'સ્વર્ણિમ' મારું વ્હાલું ગુજરાત.
ચલાવે હિંમતભેર સત્ય શાસન,
એવા
નેતા મોદીજી જેવા,
'રત્ન' થી સુશોભિત,
મારું વ્હાલું ગુજરાત.
સંતો-ઋષિમુનીઓના ગ્રંથો મહાન ,
ભક્તિથી ભરેલાં આ સંતો મહાન
એવા મહાપુરુષોથી 'મોખરે'
રહેતું મારું વ્હાલું ગુજરાત.
કવિઓની તેજોમય કવિતાથી,
રોમે રોમે રુંવાટા વળે,
આંખે તેજ અનેરું મળે,
એવા કાવ્યો-મહાકાવ્યોથી 'ગર્વિષ્ઠ' મારું વ્હાલું ગુજરાત.
સ્નેહ,પ્રેમ,દયા ને,
મીઠી વાણીના વહે ઝરણાં.
ગર્વ રહે ગુજરાતી હોવાનો જગમાં.
એની આન-માન-શાન,
સારાં જગમાં વખણાય,
ભારત મા નું 'માન'
એવું મારું વ્હાલું ગુજરાત.