વાવો એ લણો !
વાવો એ લણો !
રચી હતી સૃષ્ટિ સર્જનહારે
પછી રચ્યા વૃક્ષ અને વન !
વૃક્ષોએ આપ્યો પ્રાણવાયુ
જેથી નીપજ્યું માનવ તન !
છોડ રોપી એક લાભ એનાં અનેક,
ધરતી રાખે લીલીછમ.
નભથી ખેંચી લાવે વાદળ !
વૃક્ષારોપણ કરીએ દુષ્કાળથી ન ડરીએ !
વૃક્ષોમાં છે ઈશ્વર સાક્ષાત,
પ્રકૃતિનો છે આશીર્વાદ !
વૃક્ષ પર અઢળક પાન ઝૂલે અનેક ડાળીઓ,
ફૂલ ફ્ળ આપે સૌને કદી ન રાખે ખુદની પાસ !
વાવ્યો હશે જો છોડ
કદી બની એ વૃક્ષ
અર્પે અમૂલ્ય પ્રાણવાયુ
સૃષ્ટિ કેરું અણમોલ ધન !
