વાતો - 46
વાતો - 46
ક્યારે એક તરણું પણ તારી દે છે,
ત્યારે જંગી વહાણ કદી ડૂબી જાય છે,
બળ કરતા કળ વધુ કામ કરશે,
જાળ કાપી ઉંદર સિંહને છોડાવશે,
બળવાન ભલે હો, બીજા કમજોર નથી,
વાતએ શું ખાસ સમજવા જેવી નથી ?
સસલું ખુબ ઝડપથી દોડી શકે છે,
કાચબો એને પણ હરાવી શકે છે,
અમીર રેશમી રજાઈમાં પાસા ઘસે
ગરીબ તો ગમે ત્યાં પણ ઊંઘી જશે,
દવાઓની જયારે અસર થતી નથી,
સાચી દુવાઓ કદી બેકાર જતી નથી.
