વાતમાં કંઇક દમ તો છે
વાતમાં કંઇક દમ તો છે


માંગુ છું હું, ને આપી દે છે તું,
એ વાતમાં ભલે દમ તો છે,
ક્યારેક વગર માગ્યે પણ તું આપી દે,
તો ..એ વાત કંઈક ઉત્તમ છે..
સુદામાના તાંદુલ, કે નરસિંહની હૂંડીની વાતમાં તો દમ છે જ,
હવે તારી દ્રષ્ટિ મારી સામે પણ માંડી દે,
તો એ વાત કંઈક ઉત્તમ છે..
રાધા, દ્રૌપદી કે મીરા ને તે આખરી ક્ષણોમાં આપ્યું,
એ વાતમાં ચોક્કસ કંઈક દમ છે
પણ ક્યાં સુધી રાખીશ આ માંગવા પછી દેવાનો વ્યવહાર ઓ કાના,
તારી સમકક્ષ લાવીને કોઈને મૂકી દે તો..એ વાત કંઈક ઉત્તમ છે...
પુર્ણપુરુષોત્તમ તો બહુ કહેવાયો તું,
ને એ વાતમાં દમ પણ છે
ચાલ આજ નીપૂર્ણ ને પણ તારું સ્વરૂપ બતાવી દે ...
તો... એ વાત ખરેખર ઉત્તમ છે ..