વાસ્તવ-પડછાયો
વાસ્તવ-પડછાયો
અંધારી રાતમાં દેખાયો એક પડછાયો,
અજવાળે માનવ માનવને આપે છે પડકારો,
માનવ ન ડરીશ તું ભૂતથી,
માનવ તારે ડરવું જોઈએ તારા વજૂદથી,
માનવ ન ડરીશ અંધારી રાતથી,
શરમ રાખજે અજવાળાના કાળા કામની,
માનવ ન ડરીશ સૂમસાન જગ્યા થી,
માનવ તું ડગલાં ભરજે સાચા રસ્તા થી,
માનવ કાળી અંધારી રાત તને ગભરાવશે,
માનવ તે કરેલી ભૂલ તને વારંવાર તડપાવશે,
માનવ રાત્રે ઘેરા સન્નાટામાં શિયાળ બોલશે,
દિવસે માનવઝઘડાનો રાફડો ફાટશે,
માનવ રાતે પીપળાના ઝાડ નીચે ભૂત દેખાશે,
દીવસે તારા કાળા કર્મોનો ભાંડો ફૂટશે,
માનવ રાતે સ્મશાન માં ભૂત દેખાશે,
અંતે ખોટા કર્મોથી તારો પડછાયો તને બીવડાવશે.
માનવ આ ભૂતો તારું દફન કરશે,
છેવટે 'ધરા' તને એનામાં સમાવી લેશે.
અંધારી રાતમાં દેખાયો એક પડછાયો,
અજવાળે માનવ માનવને આપે છે પડકારો,
