વાર નથી લાગતી
વાર નથી લાગતી
આમ હતાશનાં થા,
હારનો પણ જશ્ન મનાવ,
આશાનાં જળ માં ડૂબકી લગાવ,
મધ દરિયે ભલે નાવ હો તારી,
ઈશ્વર છે નાવિક નૈયાના,
તો કિનારો મળતા વાર નથી લાગતી,
તારી હારની આમ નાહક ફરિયાદનાં કર,
કિસ્મતની બાજી પલટાતા વાર નથી લાગતી,
આમ પાનખરથી હતાશ થઈ, હિંમત ના હાર
મૂળ છે મક્કમ તો વસંત ને આવતા વાર નથી લાગતી,
આશાના મિનારાને હિંમતથી સજાવ,
હિંમતે મર્દા તો, મદદે ખુદા એ કહેવતને સાર્થક થતાં વાર નથી લાગતી,
પ્રયત્નોની સીડી પર ચઢતો રહે તો,
આકાશને આંબતા વાર નથી લાગતી,
સજાવ્યો છે મનનો માળો,
તો જતન કર,
આમ મનની ખરી મુરાદો,
પૂરી થતાં વાર નથી લાગતી,
આસ્થાનો દીપ હૈયે પ્રજ્જવલિત રાખ,
સાચા દિલથી માગેલી દુઆ,
કબૂલ થતાં વાર નથી લાગતી,
જિંદગીની બાજી તું ખેલતો રહે,
તારા ભાગ્યે આવેલા પાત્રને તું ભજવતો રહે,
કૃષ્ણ છે જીવનરથનાં સારથી,
તેની આજ્ઞાનું પાલન કરતો રહે,
તો
તારી હારેલી બાજીને પણ,
જીતમાં પલટાતા વાર નથી લાગતી,
એક બુંદ ગુમાવ્યાનો અફસોસ ના કર તું,
આ વર્ષાની હેલીથી સરોવર છલકાતા વાર નથી લાગતી,
તારી ભીતર છે અખૂટ શક્તિનો ભંડાર ડોકિયું તો કર
આ કોશેટો ને પતંગિયામાં રૂપાંતરિત થતાં વાર નથી લાગતી !
