વાર લાગે છે
વાર લાગે છે


શબ્દોને લખતા ક્યાં વાર લાગે છે?
અક્ષરો સમજતા વાર લાગે છે..
દિવસોમાંથી મહિના બદલાતા,
વર્ષો જતા ક્યાં વાર લાગે છે ...
સવાર ને સૂરજની લાલિમા ને
ક્ષિતિજે ઢળતા ક્યાં વાર લાગે છે?
તરસ હોય છે જ્યાં રણ-સમંદર ને
મૃગજળ થતા ક્યાં વાર લાગે છે ?
પથ્થરોને મંદિરે પૂજો કે રસ્તે મળો,
ઠોકર લાગતા ક્યાં વાર લાગે છે?
સૂરજનો ચળકાટ ઝાકળમાં મળતો,
ઝાકળને પાન પરથી પ્રસરતા ક્યાં વાર લાગે છે?
સંબંધોને મળતા લાગણીનાં પગરવ,
પછી વ્હાલ ઉભરાતા ક્યાં વાર લાગે છે?
નજરથી આ નજર મળી ને પછી,
નજર ઢળતા ક્યાં વાર લાગે છે?
જીવન ઊંગ્યુંતું પુષ્પે ને પર્ણની ઓથમાં,
જીવન ને પાનખર થઇ ઢળતા ક્યાં વાર લાગે છે